સુરેન્દ્રનગર વેપારીને માર મારીને ધમકી આપનાર મુખ્ય આરોપીને પકડી રિકન્સ્ટ્રક્શન કરાયું

સુરેન્દ્રનગર વેપારીને માર મારીને ધમકી આપનાર મુખ્ય આરોપીને પકડી રિકન્સ્ટ્રક્શન કરાયું
ઉદ્યોગનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાના મુદ્દે મારી નાખવાની ધમકી આપેલી : પોલીસે સરઘસ પણ કાઢેલું.સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જીલ્લામાં મારામારી, લુંટ, હત્યા, ફાયરીંગ અને ખંડણી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે અંદાજે ચાર મહિના પહેલા 80 ફુટ રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં એક જૈન વેપારીને મારમારી અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું મનદુ:ખ રાખી તેમજ બળજબરીપૂર્વક જમીન પડાવી લેવાના ઈરાદે ચાર થી પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઈપ અને ધોકા વડે કારના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું તેમજ વેપારીને મારમારી જાનથી મારી નાંખવાની ધમકીનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનાર વેપારીએ બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી જેને આધારે પોલીસે આરોપીઓ પૈકી મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને આરોપીનું શહેરના મુખ્ય માર્ગો પર સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું અને સમગ્ર ઘટનાનું રીકનસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના જીનતાન રોડ વિસ્તારમાં રહેતાં કાલા કપાસના વેપારી અને ઉદ્યોગનગર વિસ્તારમાં ખાનગી સ્કૂલ ધરાવતાં યોગેન્દ્રભાઈ મહેશભાઈ શાહ અંદાજે ચાર મહિના પહેલા પોતાની કાર લઈને સ્કૂલેથી ઘર તરફ આવી રહ્યાં હતાં. તે દરમ્યાન ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ એક હોટલ પાસે કારમાં આવી ચાર થી પાંચ શખ્સોએ જમીન બળજબરીથી પડાવી લેવાના ઈરાદે ધમકી આપી હતી અને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યું હતું અને ત્યારબાદ અન્ય બે શખ્સોએ પણ આવી લોખંડના પાઈપ અને ધોકા વડે વેપારીની કારના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું અને વેપારીને મારમારી જાનથી માર�
