Cg  News 

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૩૯,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૫૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૯૨૬ થઈ

રાજપીપલા,
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૩૯ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૫૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૯૨૬ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૫૫ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪૨૮ દરદીઓ સહિત કુલ-૮૮૩ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૨ (બે) દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૫ (પાંચ) ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૨ દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૧૪ દરદીઓ સહિત કુલ-૪૩ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૮૭ સહિત કુલ-૩૯૧ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૯,૨૫૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૩ દરદીઓ, તાવના ૨૯ દરદીઓ, ઝાડાના ૪૧ દરદીઓ સહિત કુલ-૮૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૭૨,૨૩૮ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૬૪,૨૯૦ લોકોને વિતરણ કરાઇ છે.  



Posted By:Mehul Bhatt






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV