Cg  News 

*સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તીડ ના આક્રમણ સામે ખેડૂતોને તમામ મદદ માટે રાજ્યના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ સાહેબને રજુવાત કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી

લોકડાઉન અને કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલ રાજ્યના અન્નદાતાઓ (ખેડૂતો) સામે છેલ્લા બે-ત્રણ દિવસથી નવી સમસ્યા સર્જાતા તેઓના લહેરાતા મોલાત-પાક ઉપર તીડ દ્વારા આક્રમણ કરવામાં આવતા રાજ્યનો અન્નદાતા મુશ્કેલીમાં મુકાયો હતો એવા સમયે ભાવેણાના ખેડુપુત્ર અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણીએ ખેડૂતોની પીડા અને સંવેદનાને સૌથી પહેલા સમજી આજે તેઓએ ખેડૂતો માટે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતી અંગે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના કૃષિમંત્રી એવમ પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી રણછોડભાઈ ફળદુ સાથે વાતચીત કરી હાલમાં ધરતીપુત્રો માટે સર્જાયેલી સમસ્યા અંગે ચર્ચા કરી સરકાર તરફથી જરૂરી સાધન સામગ્રી, જરૂરી દવાઓનો પુરવઠો, કૃષિ વિભાગના નિષ્ણાત લોકોની ટિમ સહિતની જરૂરી તમામ સહાય રાજ્યના ખેડૂતોને સત્વરે મળી રહે તે માટે રજુવાત કરી હતી. શ્રી ફળદુ સાહેબે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની રજુવાત અને પોતે સ્વયમ પણ એક ધરતીપુત્ર હોવાના નાતે સમગ્ર બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક તેમના વિભાગના અને જરૂરી વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારમાં સત્વરે તમામ સહાય કરવા ખાત્રી આપી હતી....
આ અંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણીએ તીડ પ્રભાવિત વિસ્તાર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર વિગેરે જિલ્લાઓના કલેકટરશ્રી સાથે પણ વાતચીત કરી ખેડૂતોને થયેલા નુકસાન અને તીડને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તમામ બાબતોની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી અને રાજ્ય સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર તરફથી જિલ્લાના ધરતી પુત્રોને તમામ સહાયની ખાત્રી આપી હતી આ ઉપરાંત ખેડૂતોને જરૂરી દવાઓ, માહિતી, કૃષિ નિષ્ણાતોની સહાય, સાધન સામગ્રી સહિતની તમામ સહાય મળી રહે તે માટે જે-તે જિલ્લાના કલેકટરશ્રી અને વહીવટી તંત્રને સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું અને રાજ્યનો અન્નદાતાની મુશ્કેલી સત્વરે હળવી કરવા જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્ય કરતી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે રાજ્યમાં વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કાર્ય કરતી રાજ્યની સરકાર હોય ભારતીય જનતા પાર્ટીની સરકારોના હૈયે હંમેશા રાષ્ટ્રના ધરતીપુત્રો, અન્નદાતાઓનું હીત વસેલું છે. દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હોય કે ખેડૂતો માટે વિશેષ પેકેજ હોય સરકાર જનધન ખાતા દ્વારા સીધી સહાય ખેડૂતોના ખાતામાં પહોંચાડી રહી છે દેશમાં ભા.જ.પા.ની સરકારો ખેડૂતો સાથે સંવેદના સાથે ઉભી રહેતી આવી છે, ગયા વર્ષે પણ તીડના પ્રકોપ સામેં લડવા ગુજરાત સરકારે પરિણામલક્ષી પગલાં ઓ લીધેલા હતા, આ વખતે પણ સૌરાષ્ટ્રમાં તીડના આક્રમણ ને રોકવા માટે જરૂરી દવા, આધુનીક પદ્ધતિઓ કે નિષ્ણાતોની આગવી તૈયારી સાથે રાજ્યના ધરાતીપુત્રોને તમામ સહાયની ખાત્રી સાથે 4 જિલ્લાના કલેકટરશ્રી સાથે જરૂરી સૂચનાઓ આપી વહીવટી તંત્રને ચેતનવંતુ કર્યું હતું.



Posted By:Mehul Bhatt






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV