Gujarat  News 

વાળુકડ ગામના વેલનાથ બાપાના આશ્રમ પાસે જાહેરમાં જુગાર રમતા છ શકુનીઓ ને રોકડ રૂપીયા કુલ રૂ.૮૫,૬૦૦/- સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના *પો.કોન્સ. ઘર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલ* ને બાતમીરાહે હકિકત મળેલ કે વાળુકડ ગામના વેલનાથ બાપાના આશ્રમ પાસે  જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવેલ (૧) વજુભા તખુભા ગોહિલ ઉવ-૫૨  રહે.ઉખરલા ગામ તા.ઘોઘા જી. ભાવનગર (ર) સાદુળભાઇ કાનાભાઇ સુરેલા ઉવ. ૫૦ રહે.રાજસમઢીયાળા તા.જી. ભાવનગર (૩) રવજીભાઇ બોઘાભાઇ મકવાણા ઉવ.૪૨ રહે. કરદેજ ગામ તા.જી.ભાવનગર (૪) જગદીશભાઇ કાનજીભાઇ જાંબુચા ઉવ. ૪૨રહે. ઘોઘા જગાત નાકા ૧૪ નાળા મફતનગર ભાવનગર(૫) શાન્તીભાઇ મહારાજગીરી ગૈાસ્વામી ઉવ. ૫૪ રહે. ઉખરલા ગામ તા.ઘોઘા જી.ભાવનગર(૬) જીતેન્દ્રભાઇ જયંતિભાઇ રાઠોડ ઉવ. ૩૬ રહે.વડવા તલાવડી મંગળ વિહાર સામે ભાવનગર વાળા ગંજીપાના ના પાના તથા રોકડ રૂ.૮૫,૬૦૦/- સાથે મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધમાં જુગાર ધારા -૧૨ મુજબ ની ફરીયાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.કરાવેલ છે. 

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. સાગરભાઇ જોગદીયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ઘનશ્યામ ભાઇ ગોહિલપો.કોન્સ.ઘર્મેન્દ્રસિંહ ગોહિલ તથા  અરવિંદભાઇ બારૈયા  એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV