Cg  News 

દેશના ૭૧માં પ્રજાસત્તાક પર્વની શહેર ભા.જ.પા. દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સૌથી મોટું પ્રજાકીય પર્વ એટલે ૨૬મી જાન્યુઆરી દેશનો પ્રજાસત્તાક દિન. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે રાષ્ટ્રનું બંધારણ અસ્તિત્વમાં આવવા સાથે આઝાદ ભારતના નાગરિકોને બંધારણીય અધિકારો સુપ્રત થયા હતા અને વિશ્વની સૌથી મજબૂત અને સૌથી મોટા લોકશાહી દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈ આજે સમગ્ર રાષ્ટ્ર તેનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે ભાવનગર ખાતે પણ ૭૧માં પ્રજા સત્તાક પર્વની ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ભવ્ય ઉજવણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી અને શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રભારીશ્રી મહેશભાઈ કસવાલા, સંસાદશ્રી ભારતીબેન શિયાળ, મેયરશ્રી મનહરભાઈ મોરી, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ રાવલ, શ્રી રાજુભાઇ બામભણીયાની ઉપસ્થિતિમાં તા. ૨૫મી અને ૨૬મી એમ બે દિવસ દરમ્યાન દેશભક્તિ કાર્યક્રમો અને માહોલ વચ્ચે કરવામાં આવશે. 

*આ અંગે માહિતી આપતા શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ તેના ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમંગ ઉલ્લાસ સાથે કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે ૨૫મી જાન્યુઆરી સાંજે ૫/૩૦ કલાકે ભારતીય જનતા યુવા મોરચાના નેતૃત્વમાં દેશભક્તિના માહોલ અને ઢોલ, નગારા અને ડી.જે.ના સથવારે "તિરંગા યાત્રા" ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે આ બાઇકયાત્રા મહારાજા કૃષ્ણ કુમારસિંહજીના સાનિધ્યમાં નિલમબાગ સર્કલ થી સાંજે ૫/૩૦ કલાકે પ્રસ્થાન થઈ શહેર ભા.જ.પા. કાર્યાલય, મામા ના ઓટલા પાસેથી જશોનાથ સર્કલ, મોતીબાગ રોડ, જિલ્લા પંચાયત, ભીડભંજન મહાદેવ, કાળાનાળા, સંત કંવરરામ ચોક, રાધામંદિર, રબર ફેક્ટરી સર્કલ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલ થઈ સરદારનગર સર્કલ પાસે સમાપન થશે જેમાં કેસરી ધજા પતાકા, ત્રિરંગા ઝંડા, આતશબાજી, ડી.જે. રાષ્ટ્રભક્તિ ગીતો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપરાંત રાષ્ટ્રપ્રેમી યુવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં જોડાશે અને પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રભક્તિ માહોલ ઉભો કરશે*

*જ્યારે બીજા કાર્યક્રમ રૂપે ૨૬મી જાન્યુઆરી દેશના ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભવ્ય અને દેશભક્તિ માહોલ વચ્ચે સવારે ૧૦/૩૦ કલાકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવશે આ પ્રસંગે શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદી, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ રાવલ, શ્રી રાજુભાઇ બાંભણીયા, મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટે.ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, ડે.મેયરશ્રી અશોકભાઈ બારૈયા, નેતાશ્રી પરેશભાઈ પંડ્યા, દંડકશ્રી જલવિકાબેન ગોંડલીયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેશભાઈ રાવલ, સહિતના મહાનુભાવો ઉપરાંત દેશના વીર આર્મી રિટાયર્ડ જવાનો, સાધુસંતો, ઉદ્યોગપતિઓ, વકીલો, ડોક્ટરો, વિવિધ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.* 

ઉપરોક્ત કાર્યક્રમમાં શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ટ આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, મહાનગર સેવા સદનના  પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, સક્રિય સદસ્યો, શુભેચ્છકો અને તમામ રાષ્ટ્રભકત નગરજનોને "તિરંગા યાત્રા" અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જોડાવવા ભારતીય જનતા પાર્ટી વતી યુવા મોરચા અધ્યક્ષશ્રી કુલદીપસિંહ ચુડાસમા, મહામંત્રીશ્રી રાજુભાઇ લૂખી અને પાર્થ ગોંડલીયા દ્વારા સયુંકત જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું.Posted By:Mehul Bhatt


Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV