Cg  News 

ધારી તાલુકાના માણાવાવ ગામની સીમમાં આવેલ વાડીએથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા ધારી તાલુકાના માણાવાવ ગામની ઉગમણી સીમ તરીકે ઓળખાતી સીમમાં આવેલ વાડીએથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠીઓ પકડી પાડેલ છે.
ચલાલા પો.સ્‍ટે.ના માણાવાવ ગામના પ્રતાપ ભનુભાઇ ગીડા તથા મહિપત જીલુભાઇ વાળા તથા વનરાજ ભીમભાઇ વાળા એમ ત્રણેય મળીને પ્રતાપ ભનુભાઇ ગીડાની માણાવાવ ગામની સીમમાં આવેલ વાડીએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવે છે અને અને દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે આજરોજ તા.૧૯/૦૧/૨૦૧૯ ના વહેલી સવારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં દેશી દારૂ ગાળવાની એક સાથે ચાર ચાલુ ભઠ્ઠીઓ મળી આવેલ.
પકડાયેલ મુદ્દામાલઃ-
દેશી દારૂ લીટર ૧૪૫, કેન સહિત કિં.રૂ.૪૩૫૦/- તથા આથો લીટર ૨૮૦૦, કિં.રૂ.૫૬૦૦/- તથા ભઠ્ઠીના સાધનો જેમાં એલ્‍યુમિનીયમના તગારા, બેરલ, ડીશ, ભુંગળી, પ્‍લાસ્‍ટીકના ટાંકા વિ. મળી કુલ કિં.રૂ.૧૫,૪૨૦/- નો મુદ્દામાલ.
આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર પ્રતાપ ભનુભાઇ ગીડા તથા મહિપત જીલુભાઇ વાળા તથા વનરાજ ભીમભાઇ વાળા હાજર નહીં મળી આવતાં તેમના વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી પ્રોહી મુદ્દામાલ ચલાલા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે. અને હાજર નહીં મળી આવેલ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.



Posted By:Mehul Bhatt






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV