Gujarat  News 

સાબરકાંઠા: પ્રથમવાર ઈડરિયા ગઢ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૧૯-૨૦ યોજાશે.

 પ્રથમવાર ઈડરિયા ગઢ પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૧૯-૨૦ યોજાશે.


     રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્ર્મે જિલ્લા વહિવટીતંત્ર દ્રારા આયોજિત રાજ્યકક્ષાની    પ્રથમ ઐતિહાસિક પર્વત ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ જુનિયર સ્પર્ધા ૨૦૧૯-૨૦ તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સવારે ૭:૩૦ કલાકે સરકારી પ્રાથમિક શાળા નંબર- ૪, સિવિલ હોસ્પિટલ ની બાજુમાં ઇડર મુકામે યોજાશે. તેમજ આ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્ર્મ મહાનુભવોના હસ્તે સવારે ૧૧-૩૦ કલાકે યોજાશે.
    આ કાર્યક્ર્મમાં સાબરકાંઠા-અરવલ્લી સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,ઇડર ધારાસભ્યશ્રી હીતુ કનોડીયા,હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલ ઉપસ્થિત રહેશે. ગુજરાતભરના જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવા માટે સર્વે નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાનુ હાર્દિક નિમંત્રણ છે.    



Posted By:Prafull P Barot






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV