Gujarat  News 

ભાવનગર શહેર પોલીસ દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં લોક દરબારનું આયોજન.

ભાવનગર વિભાગના રેન્જ આઈ . જી . પી અશોકકુમાર યાદવના માર્ગદર્શન તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા સીટી ડીવાયએસપી અમે . એચ . ઠાકરની હાજરીમાં આવતીકાલ તા . 8 . 12 . 2019 ના રોજ સાંજના 4 : 30 વાગે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં ભુમાફિયાઓ જેઓ નિર્દોષ માણસોના મકાન પચાવી પાડે છે અને ગેરકાયદેસર ખાલી પડેલ જમીનો કબ્બો કરી લે છે . તેમજ મારી નાખવાની ધાક ધમકી આપી જમીન મકાન ખાલી કરાવવાનું કામ કરતા તેમજ ગેરકાયદેસર ઉંચા વ્યાજે પૈસા આપી લોકોને ત્રાસ આપતા વાયજખોરોના નિરાકરણ માટે પોલીસ દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવેલું છે . તો ભાવનગર શહેરના ભોગ બનનાર નાગરિકો તથા જાગૃત નાગરિકો આવા ભુમાફિયાઓ તથા ગેરકાયદેસર ઉંચા વ્યાજે પૈસા આપી લોકોને ત્રાસ આપતા વ્યાજખોરોનો ત્રાસ હોય અથવા તેને લગતો કોઈ પ્રશ્નો હોય તો રજુવાત કરવા તેમજ આ માટેના માર્ગદર્શન માટે લોક દરબારમાં પધારવા ભાવનગર શહેર પોલીસ દ્વારા જાહેર જનતા ને આમંત્રણ આપવામાં આવેલ છે. 



Posted By:Makwana Amit B






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV