News 

બુધેલ પ્રકરણમાં આરોપીઓને ભાગવામાં મદદગારી કરનાર અને આસરો આપનાર બે આરોપીઓને ઝડપી પાડી પાડતી ભાવનગર LCB/SOG તથા SIT

------------------------------------

  આ બનાવની હકિકત એવી છે કે, તારીખ ૧૩/૧૧/૨૦૧૯ ના રોજ બુધેલ પાસે અલંગના શીપ બ્રેકરો સાથે સામાન્ય ગાડી ઓવરટેક કરવા જેવી બાબતમાં આરોપીઓ (૧) દાનસંગભાઇ ભગવાનભાઇ મોરી (૨) હઠિસિંહ ભગવાનભાઇ મોરી (૩) ભવાનીસિંહ ભુપતસિંહ મોરી (૩) જશપાલસિંહ હઠિસિંહ મોરી (૪) ગોપાલ ભીખાભાઇ મોરી (૫) ભીખાભાઇ બળવંતભાઇ મોરી (૬) રઘુભાઇ પાતાભાઇ મોરી (૭) મહેશભાઇ જેતાણી રહેવાસી તમામ બુધેલ વાળાના નામ જોગ તથા બીજા ત્રણ અજાણ્યા આરોપીઓ ફરિયાદી તથા સાહેદોએ મારા મારી કરી રૂપિયા ૨૫૦૦/- ની લુંટ કરી ભાગી ગયેલ જે બાબતે આરોપીઓ વિરૂધ્ધમાં વરતેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૧૪૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩ વિગેરે મુજબનો તારીખ ૧૩/૧૧/૨૦૧૯ ના રોજ ગુન્હો રજીસ્ટર થયેલ છે. 

  સદર ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગરના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુન્હાની તપાસ થવા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ અને DYSP એમ.એચ.ઠાકર  સાહેબના સુપર વિઝન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબ તથા વરતેજ પો.સ્ટે.ના પો.સ.ઇ. એચ.સી.ચુડાસમા તથા ભરતનગર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એમ.એચ.યાદવ SIT ની રચના કરવામાં આવેલ અને તપાસ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબે સંભાળેલ અને તપાસ મદદમાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા સાહેબ તથા મહુવા પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રા સાહેબ તથા એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા LCB/SOG  જોડાયેલ અને ગુન્હાના આરોપીઓ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ અને ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓ (૧) મહેશભાઇ જેતાણી રહે. બુધેલ (૨) ભુપતભાઇ મોરી રહેવાસી બુધેલ વાળાને ઝડપી જેલ હલાવેલ કરેલ અને બાકીના આરોપી ઘરપકડથી બચવા ભાગતા ફરે છે અને અજ્ઞાત સ્થળે છુપાઇ ગયેલ છે. 

  આ કામે આરોપીઓ ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવી ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરો તથા રાજ્ય બહાર પણ તપાસમાં ગયેલ અને આ કામની તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, આ કામના આરોપીઓને ભાગવામાં મદદગારી કરનાર તથા આસરો (૧) પ્રતાપભાઇ જેસંગભાઇ પરમાર રહેવાસી વરતેજ  (૨) વિપુલભાઇ ઉન્ન્ડભાઇ હરકટ/આહિર રહેવાસી ભુંભલીવાળાએ આપેલ હતો અને તે બંન્ને પણ ભાગી ગયેલ હતા  એેસ.આઇ.ટી. દ્રારા તેઓની શોધખોળ કરી, જરૂરી પુછપરછ કરતા, વિપુલભાઇ ઉન્ન્ડભાઇ હરકટ/આહિર તથા પ્રતાપભાઇ જેસંગભાઇ પરમારે કબુલાત આપેલ કે તેઓએ આરોપીઓને બનાવના દિવસે પોતાની વાડીએ આસરો આપેલ હતો તેમજ આરોપીઓને ભાગી જવા માટે પોતાની કાર હુન્ડાઇ ક્રેટા નંબર GJ 04 CJ 8143ની આપેલ હતી તેમજ પ્રતાપભાઇએ આરોપીઓને પોતાના ઘરે આસરો આપી રાતવાસો કરવા દિધેલ હતો અને પોતે આરોપીઓ સાથે બહારગામ પણ ગયેલ અને તેઓને ભાગવામાં મદદગારી કરેલ હતી જે તપાસ દરમ્યાન ધ્યાને આવતા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબે બંન્ને સામે આરોપીઓને આસરો આપવા તથા ગુન્હો કર્યા બાદ ભાગવા માટે મદદગારી કરવા અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને તેની તપાસ વરતેજ પી.એસ.આઇ. એચ.સી.ચુડાસમા સાહેબ ચલાવી રહ્યા છે.



Reported By:Ashwin Solanki



Indian news TV