News 

ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. ને મળેલ બાતમી આધારે કાળુભા રોડ, લાલ દવાખાના પાછળના ભાગ પાસે થી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને એક શંકાસ્પદ *કાળા કલરનું સિલ્વર પટ્ટા વાળુ હીરો હોન્ડા મો.સા. રજી. નં. GJ 04-BD-1726* નું રોકી કાગળો મગતા નહી હોવાનું જણાવતા તેની પુછપરછમાં સરદહુ મો.સા. આજથી આશરે એક મહિના પહેલા અલંકા ટોકીઝ પાસેથી ચોરેલ હોવાનું જણાવેલ જે બાબતે તપાસ કરતા ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી થયા અંગે ફરિયાદ થયેલ છે. જેથી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે શહેરમાં થયેલ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મો.સા સાથે ઝડપી પાડેલ છે. 

  આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબ અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા, તથા પો.કોન્સ. ચંન્દ્રસિંહ વાળા  જોડાયા હતા.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV